જામનગર પોલીસની ‘ત્રીજી આંખ’નો કમાલ! ઈકોમાં ભુલાયેલી 92,700ની રોકડ મિનિટોમાં શોધી આપી

By admin

Published On:

Follow Us

... Read more

તા. 25 ડિસેમ્બર 2025 | જામનગર

જામનગર શહેરમાં પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનો એક વધુ ઉત્તમ દાખલો સામે આવ્યો છે. એક મુસાફર ઇકો કારમાં મુસાફરી દરમિયાન રૂ. 92,700ની રોકડ રકમ તથા કપડાં ભરેલું બેગ ભૂલી જતા, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફે ગણતરીની મિનિટોમાં બેગ શોધી કાઢી મૂળ માલિકને સલામત રીતે પરત સુપ્રત કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અરજદાર કમલેશભાઈ રામશી શીંગળ (મૂળ રહેવાસી – હુડવા ફળી, જાબુવા, મધ્યપ્રદેશ) હાલ જામખંભાળીયા ખાતે ખેતી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ તા. 24/12/2025ના રોજ પોતાના વતન મધ્યપ્રદેશ જવા માટે જામખંભાળીયાથી જામનગર આવવા એક ઇકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા.

મુસાફરી દરમિયાન તેઓ સાત રસ્તા સર્કલ ખાતે ઉતર્યા હતા. આ દરમિયાન બાળકોને ગાડીમાંથી ઉતારતાં તેઓ પોતાનું બેગ ઇકો કારમાં ભૂલી ગયા હતા. બેગમાં આશરે Rs. 92,700 રોકડ રકમ તેમજ કપડાં સામેલ હતા. તે સમયે સાત રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. કંડોરીયા હાજર હતા. અરજદારે પોતાની સમસ્યા રજૂ કરતા તેમને તાત્કાલિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા.

કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ ASI પી.એ. ખાણધર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ જોડ, રીનાબા ગોહિલ તથા એન્જિનિયર પ્રીતેશ વરણ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ટીમ દ્વારા સંતોષીમાતા મંદિર અને ક્રિસ્ટલ મોલ આસપાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બેગ જે ઇકો કારમાં ભૂલાયું હતું તેનું રજીસ્ટ્રેશન નંબર GJ-10-BR-4130 હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ RTO ડેટાના આધારે વાહન માલિકનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ઇકો કારના ચાલકે જણાવ્યા મુજબ તે પેસેન્જરના ફેરા કરતો હતો અને તે સમયે ખાવડી વિસ્તારમાં પહોંચ્યો હતો. તેને તાત્કાલિક માર્ગમાં આવેલ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બેગ ત્યાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. પરિણામે PSO જયરાજસિંહ ઝાલાને બેગ મળી આવતા, તેને સલામત રીતે જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચાડવામાં આવી હતી.

બેગ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા બાદ અરજદારને પોતાની બેગ તપાસવા જણાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગમાં રહેલા કપડાં તથા રોકડ રકમ Rs. 92,700 સંપૂર્ણ રીતે મળતા અરજદાર દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાથી ખુશ થયેલા અરજદારે જામનગર પોલીસ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો.

આવી ઘટના જામનગર પોલીસની સતર્કતા, ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ અને માનવતા ભરેલા અભિગમને ઉજાગર કરે છે.


Author: Vishal Yadav

Vishal Yadav is the author at Jamnagar Post, sharing latest and reliable news from Jamnagar and nearby areas.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment