જામનગર મનપા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ 64 ઉમેદવારો કર્યા જાહેર, મેયર સહિતના દિગ્ગજોના પત્તા કપાતા ભડકો!

By admin

Published On:

Follow Us

... Read more

ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની તમામ 64 બેઠકો માટે ભાજપે આખરે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી એકસાથે જાહેર કરી દીધી છે. માત્ર 64 બેઠકો માટે 1575 જેટલી જંગી દાવેદારી નોંધાઈ હોવાથી ઉમેદવારોની પસંદગીમાં છેલ્લી ઘડી સુધી ભારે સસ્પેન્સનો માહોલ રહ્યો હતો.

આ વખતની યાદીમાં પ્રદેશ ભાજપે કડક વલણ અપનાવીને અનેક સિનિયરો અને દિગ્ગજોના પત્તા સીધા કાપી નાખ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાના શાસકોમાં જ મોટો ફેરફાર કરાયો છે. વર્તમાન મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા અને દંડક કેતન નાખવાને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. શાસક પક્ષમાંથી માત્ર નેતા આશિષ જોષીને જ રિપીટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, વોર્ડ નંબર 8 ના પૂર્વ કોર્પોરેટર અને હાલના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા વોર્ડ નંબર 5 ના પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. આંકડાકીય રીતે જોઈએ તો, ભાજપના વર્તમાન 50 કોર્પોરેટરોમાંથી માત્ર 14 ને જ રિપીટ કરાયા છે, જ્યારે 3 કોર્પોરેટરોના પરિવારના સભ્યોને ટિકિટ ફાળવવામાં આવી છે. પાર્ટીએ આ વખતે 36 જેટલા સાવ નવા ચહેરાઓને તક આપીને મોટો દાવ રમ્યો છે.

જોકે, ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ભાજપમાં અસંતોષનો જવાળામુખી પણ ફાટ્યો છે. વોર્ડ નંબર 4 ના સિનિયર કોર્પોરેટર કેશુભાઈ માડમને ટિકિટ ન મળતા તેઓ ભારે નારાજ થયા છે અને પક્ષ સાથે છેડો ફાડીને બસપા (BSP) માં જોડાઈ ગયા છે, જેનાથી જામનગરના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

{ Jamnagar Election, BJP Candidate List, JMCElection, Ticket Cut, Mayor Sidelined, Keshu Madam, Jamnagar Post }

Author: Vishal Yadav

Vishal Yadav is the author at Jamnagar Post, sharing latest and reliable news from Jamnagar and nearby areas.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment